અનુવાદ

નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) (૨૦૦૦)
 
નવવધૂ

આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાના 'ધ બ્રાઇડ' નાટકનો આ ગુજરાતી અનુવાદ છે. આફ્રિકન નાટકોનો આવો ગુજરાતી અનુવાદ ભાગ્યે જ મળે છે. આફ્રિકાનો પરિવેશ, એની દેવ-દેવીની માન્યતાઓ અને એ પ્રજાની રહેણીકરણી આમાં દર્શાવી છે. આફ્રિકન નાટ્યકાર સાથેની અનુવાદકની મુલાકાત પણ રસપ્રદ બની છે.

અભિપ્રાય

કુમારપાળ વિદેશમાંય જ્ઞાનયાત્રા કરતા રહે છે. પણ તે સાથે એ દેશોની સંસ્કૃતિનો પણ પરિચય કરે છે. ત્યાંના કોઈ ખ્યાતનામ લેખકનું સર્જન તેમની દ્રષ્ટિને આકર્ષે તો તેને ગુજરાતીમાં અનુવાદ રૂપે આપવાનું પણ તે ચૂકતા નથી. તાજેતરમાં જ આફ્રિકાના એક પ્રસિદ્ધ સર્જક ઑસ્ટિન બૂકેન્યાના નાટક ‘ધ બ્રાઇડ’નો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં ‘નવવધૂ’ તરીકે અનુવાદ આપ્યો છે. આફ્રિકાની પ્રજાની રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક રીતરસમનો પરિચય કરાવતું એ સુંદર નાટક છે.
                                                                                                                               - મધુસુદન પારેખ