અંગ્રેજી પુસ્તકો

Kshamapana (1990) ; Non-violence : A Way of life (Bhagwan Mahavir) (1990) Glory of Jainism (1998) ; Stories From Jainism (1998) ; Essence of Jainism (2000) ; The Value and Heritage of Jain Religion (2000) ; Role of Women in Jain Religion (2000) ; A Pinnacle of Spirituality (2000) ;The Timeless Message of Bhagwan Mahavir (2000) ; Vegetarianism (2000) ; Journey of Ahimsa (2002) ; Our life in the context of five Anuvrat and Anekantwad (2002) ; Influence of Jainism on Mahatma Gandhi (2002) ; Tirthankar Mahavir (2003) ; Trailokyadeepak Ranakpur Tirth (2007) ; Jainism ; The Cosmic Vision (2008) ; The Brave Hearts (2009)
 
Jainisim : The Cosmic Vision

જૈનદર્શનના સિદ્ધાંતોનો વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં કઈ રીતે વિનિયોગ થઈ શકે તેની વાસ્તવિક અને વૈચારિક ચર્ચા આમાં છે. આમાં વિશ્વધર્મ પરિષદ અને અન્ય આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ડૉ. કુમારપાળ દેસાઈએ આપેલાં પ્રવચનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રાચીન અને અર્વાચીન એવા અનેકવિધ વિષયો પર સંશોધનપૂર્ણ, અભ્યાસનિષ્ઠ રજૂઆત મળે છે.

   

Vegetarianism
સોળ પાનાંની આ પુસ્તિકામાં શાકાહાર વિશેની ચર્ચા મળે છે. ઍન્ટવર્પમાં સ્ટેલા મારિયા અને તેના મિત્રો સાથે થયેલી ચર્ચામાં શાકાહાર વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થયેલી રજૂઆત મળે છે. સંવાદાત્મક શૈલીમાં લખાયેલું પુસ્તક વાચકના હૃદયને સ્પર્શી જાય છે.

   

Essence of Jainism
જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોનો પરિચય આપવામાં આવ્યો છે. અહિંસા, સત્ય જેવાં પાંચ વ્રતોના આલેખનની સાથોસાથ વર્તમાન સમયમાં એની ઉપયોગિતા દર્શાવી છે.

   

A pinnacle of Spirituality
વીસમી સદીના મહાન આધ્યાત્મિક પુરુષ અને આત્મજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રનું અંગ્રેજી ભાષામાં લખાયેલું ચરિત્ર છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક એવા શ્રીમદ્ રાજચંદ્રના જીવન-કવન અને આધ્યાત્મિક ગરિમાને આ પુસ્તકમા દર્શાવવામાં આવી છે. વળી પુસ્તકના એક પૃષ્ઠ ઉપર ચિત્ર અને એની સામેના પૃષ્ઠ પર પ્રસંગ આલેખાયો હોવાથી એની સચિત્રતા પણ ધ્યાન ખેંચે છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશે અંગ્રેજીમાં હજુ સુધી આવું પુસ્તક પ્રગટ થયુ નથી.

Tirthankara Mahavir
આ ગ્રંથમાં ઊંડા અભ્યાસ અને દીર્ઘ સંશોધન દ્વારા ભગવાન મહાવીરનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં ભગવાન મહાવીર વિશે મળતા ઉલ્લેખ અને વિશ્વની મહાન વિભૂતિઓએ ભગવાન મહાવીર વિશે કરેલી શબ્દવંદના આલેખાયાં છે. ઇંગ્લૅન્ડની પાર્લામેન્ટમાં દર વર્ષે બીજી ઑક્ટોબરે ‘અહિંસા દિવસ’ ઊજવવામાં આવે છે અને એ સંદર્ભે આ પુસ્તક ત્યાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, આ પુસ્તકને ભગવાન મહાવીર વિશેના એન્સાઇક્લોપીડિયા જેવો દરજ્જો મળ્યો છે.

The Brave Heart
અપંગ માનવીઓએ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ઝઝૂમીને મેળવેલી સિદ્ધિની કથાઓ The Brave Heartsમાં મળે છે શારીરિક મર્યાદા ધરાવનારી વ્યક્તિ શિક્ષક કે સંગીતકાર બની શકે પરંતુ જેમાં શરીરબળનો મહિમા છે એવા રમતગમતના ક્ષેત્રમાં આગળ આવવાનુ કઠીન હોય છે ત્યારે અહીં વિકલાંગોએ રમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બતાવી છે તેને લેખકે આલેખી છે. લેખકના ગુજરાતીમાં લખાયેલા ‘અપંગના ઓજસ’ (સાત આવૃત્તિ)નો આ અંગ્રેજી અનુવાદ છે અને તેનો જ હિંદીમાં ‘अपाहिज तन अडिग मन’ નામે અનુવાદ થયો છે.

   
અભિપ્રાય

ભગવાન મહાવીરના જીવન અને સંદેશને સચિત્ર રૂપે, આંતરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ આપીને અંગ્રેજી વાચકો સમક્ષ રજૂ કરવાનું કુમારપાળનું સ્વપ્ન હતું. જે એમના પુસ્તક ‘Tirthankar Mahavir’ રૂપે 2003ની સાલમાં સાકાર થયું. તીર્થસ્થાનોના સુંદર ફોટા, પ્રાચીન હસ્તપ્રતોમાંથી બહુરંગી પ્લેટ્સ તેમજ કલાત્મક અને આકર્ષક સજાવટથી ‘Tirhankar Mahavir’ પુસ્તક અનેરી ભાત પાડે છે. ભાષાનું લાલિત્ય. રસ અને વિષયની માવજત, કાળજીભર્યુ અને અધિકૃત સંશોધન, સુરુચિપૂર્ણ લે-આઉટ અને મુદ્રણ, અવતરણો અને કલાત્મક ચિત્રો, આકર્ષક ઉઠાવ અને બાંધણી, એમ દરેક રીતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકની ટક્કર ઝીલે તેવું અદ્ભૂત પુસ્તક ‘Tirthankara Mahavir’ એમની અડધી સદીની સાહિત્યસેવાનું સર્વોચ્ચ શિખર છે. અને સાથે સાથે ભગવાન મહાવીર પ્રત્યેની એમની ભક્તિ, પ્રેમ અને સમર્પણનું ચરમબિંદુ છે.
                                                                                                                               - હર્ષદ દોશી