નવલિકાસંગ્રહ
એકાન્તે કોલાહલ (૧૯૭૬) |
||
![]() |
લેખકનો આ પ્રસિદ્ધ નવલિકા સંગ્રહ છે. આ સંગ્રહમાંની વાર્તાઓ વિવિધ વિષયોનું નિરૂપણ કરતી વાર્તાઓ છે. પ્રણયકથા, માતૃપ્રેમ, ઐતિહાસિક ઘટના, અનુભવ તો કોઈક વાર્તાનું વિષયવસ્તુ અંગત અનુભૂતિ પણ છે. આ વાર્તાઓમાંથી જીવનરહસ્ય પ્રગટ થતું દેખાય છે. |
વાર્તાકાર કુમારપાળ દેસાઈની દ્રષ્ટિ સકારાત્મક (Positive) છે. ઉપદેશક બન્યા વગર આ વાર્તાઓ જીવનને ઉપકારક એવા બોધ અને ચિંતનથી રસાયેલી છે. કથા-કલાના સંમિશ્રિત માધ્યમ દ્વારા સર્જક ભાવકોને ઊર્ધ્વગમનનાં શિખરો તરફ દોરી જાય છે. જીવનના ઊર્ધ્વરોહણને તાકતી સ્ફટિક શી સ્વચ્છ વાર્તાઓ કુમારપાળ દેસાઈએ ‘એકાન્તે કોલાહલ’માં આપી છે. |