પ્રકીર્ણ

અબોલની આતમવાણી (૧૯૬૮) ; અહિંસાની – યાત્રા (૨૦૦૨) ત્રૈલોક્યદીપકશ્રી રાણકપુર તીર્થ (૨૦૦૭) ; વર્તમાન સમયમાં જૈનતત્ત્વદર્શનની પ્રસ્તુતતા (૨૦૦૯)
 
અબોલની આતમવાણી

નવસારીમાં પશુપંખી સેવાકેન્દ્ર સંકુલના પ્રારંભ નિમિત્તે તૈયાર થયેલો ગ્રંથ છે. આ લેખોની વિશેષતા એ છે કે જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ જેવા શાસ્ત્રીય લેખોની સાથોસાથ પ્રાણીપ્રેમને લગતા અનેક પ્રસંગો અહીં આલેખાયા છે.

   

વર્તમાન સમયમાં જૈન તત્ત્વદર્શનની પ્રસ્તુતતા
વર્તમાન સમયમાં ટેક્નૉલોજીએ કેવી હરણફાળ ભરી છે ત્યાંથી શરૂ કરીને ટેક્નોલોજીનો વિકાસ, પર્યાવરણ આતંક અને હિંસા દ્વારા માનવઅસ્તિત્વ પર ભય અને સામે ભગવાન મહાવીરનું વિશ્વમૈત્રીનું દર્શન આલેખ્યું છે.

અભિપ્રાય

‘ત્રૈલોક્યદીપક રાણકપુર તીર્થ’ એ અનુપમ સ્થાપત્ય-સમૃદ્ધિ ધરાવતા રાણકપુર તીર્થ વિશેનો એક સીમાચિહ્નરૂપ ગ્રંથ છે. આ ગ્રંથમાં સંશોધન, સંપાદન અને લેખન એ ત્રણેયની વિશેષતા જોવા મળે છે. વળી, આ ગ્રંથ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં લખાયો હોવાથી એનો વ્યાપક પ્રસાર થશે અને વિશેષે તો વિશ્વભરમાંથી અનેક પ્રવાસીઓ રાણકપુર તીર્થની યાત્રાએ આવે છે, ત્યારે આ ગ્રંથ દ્વારા રાણકપુરનો ઇતિહાસ, પરંપરા પુનઃનિર્માણ અને એની સ્થાપત્યસમૃદ્ધિની ઝાંખી મેળવશે.
                                                                                                                               - રજની વ્યાસ